ભારતમાં ત્રણ મોટા હુમલા માટે જવાબદાર લશ્કર-એ-તોયબાનો ટોચનો આતંકી સૈફુલ્લાહ ખાલિદ પાકિસ્તાનમાં માર્યો ગયો છે. પાક.ના સિંધ પ્રાંતમાં તેની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સૈફુલ્લાહ ખાલિદ ભારતમાં મોટા હુમલામાં સામેલ હતો, જેમાં ૨૦૦૧માં રામપુરમાં સીઆરપીએફ કેમ્પ પર હુમલો, બેંગલોરમાં ૨૦૦૫માં ભારતીય વિજ્ઞાાન કોંગ્રેસ પર હુમલો અને નાગપુરમાં આરએસએસના કાર્યાલય પર ૨૦૦૬માં થયેલા હુમલાઓનો સમાવેશ થાય છે.