હરિયાણાથી ધરપકડ કરાયેલ પાકિસ્તાની જાસૂસ જ્યોતિ મલ્હોત્રાના મામલામાં પોલીસે નવા ખુલાસા કર્યા છે. જ્યોતિએ રૂપિયા અને વૈભવી જીવન જીવવા માટે દેશ સાથે ગદ્દારી કરી હતી. હાલ જ્યોતિ હિસાર પોલીસની કસ્ટડીમાં છે. હાલ જ્યોતિ અને તેના અન્ય સાથીદારોની પોલીસ પૂછપરછ કરી રહી છે. હિસારના એસ પી શશાંક કુમાર સાવને કહ્યું હતું કે જ્યોતિ 22મી એપ્રિલના પહલગામ હુમલા પહેલા કાશ્મીર અને પાકિસ્તાન ગઇ હતી. જ્યોતિએ આ વર્ષે જાન્યુઆરીમાં પહલગામની મુલાકાત લીધી હતી. જ્યારે તેની આ મુલાકાતના બે મહિના બાદ પહલગામમાં 22મી એપ્રિલે આતંકી હુમલો થયો હતો.