દેશમાં કોરોના મહામારીએ માઝા મૂકી છે. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોના વાઇરસે અત્યાર સુધીના સૌથી વધુ ૧૯૫ દર્દીઓનો ભોગ લીધો હતો અને એક જ દિવસમાં સૌથી વધુ ૩૯૦૦ પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. દેશમાં કોવિડ-૧૯ મહામારી પર ડેઇલી બ્રિફિંગ કરતાં આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે જણાવ્યું હતું કે, મહામારીના કારણે દેશમાં મોતનો કુલ આંકડો ૧૫૬૮ અને કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૪૬,૪૩૩ પર પહોંચ્યા છે. દેશમાં ૨૪ કલાકમાં ૧૦૨૦ દર્દીઓનો સફળ ઇલાજ કરાતાં સાજા થઇ ઘેર જનારાની સંખ્યા ૧૨,૭૨૬ પર પહોંચી છે. કોવિડ-૧૯ દર્દીઓમાં રિકવરી રેટ ૨૭.૪૧ ટકા થયો છે.