પંજાબ અને હરિયાણા સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં શનિવારે પણ ભારે પૂર આવ્યું હતું. સતલજ અને બિયાસ નદીમાં પૂરના કારણે સૌથી વધુ નુકસાન પંજાબમાં થયું છે. પંજાબમાં 40 વર્ષમાં સૌથી ભયાવહ પૂરથી 2000થી વધુ ગામ જળબંબાકાર થઈ ગયા છે અને 3.87 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. બીજીબાજુ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સતત આભ ફાટવાના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. હિમાચલમાં ચોમાસાની આ સિઝનમાં કુલ 360થી વધુનાં મોત થયા છે જ્યારે 246 લોકોને ઈજા પહોંચી છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં શનિવારે ફરી આભ ફાટયું હતું.