ભારત સાથે વધતા તણાવ વચ્ચે હવે પાકિસ્તાન મુસ્લિમ દેશોનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. મળતી માહિતી મુજબ, 57 દેશોના સમૂહ OIC (ઓર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કોઑપરેશન)ને પાકિસ્તાનનો સાથ આપવાની વાત કહી છે. હાલમાં જ પાકિસ્તાને OIC ને દક્ષિણ એશિયાની હાલની સ્થિતિની જાણકારી આપી હતી. આ દરમિયાન ભારત તરફથી કરવામાં આવેલી કાર્યવાહીને દેશની શાંતિ સામે 'ગંભીર જોખમ' જણાવવામાં આવી હતી