નાણાં મંત્રાલય નિર્મલા સીતારમણે શનિવારે ઐતિહાસિક બજેટ ભાષણ આપ્યું. સીતારમણે 2 કલાક 41 મિનિટ સુધી ભાષણ આપ્યું. 73 વર્ષમાં રજૂ થયેલા 91 બજેટ ભાષણોમાં આ સૌથી લાંબુ ભાષણ હતું. આ પૈકી કેટલાક એવા વર્ષ પણ હતા જેમાં બે વખત પણ બજેટ રજૂ કરવામાં આવ્યું હોય. નાણામંત્રીએ આશરે અઢી કલાકથી પણ વધારે લાંબુ બજેટ ભાષણ વાંચ્યુ હતું, છેવટે નાદુરસ્ત તબિયતને લીધે અંતિમ બે પેજ તેઓ વાંચી શક્યા ન હતા. ઈન્દિરા ગાંધી બાદ સીતારમણ બીજા એવા મહિલા નાણાં પ્રધાન છે કે જેમણે સતત બીજી વખત ભાષણ રજૂ કર્યું છે. નિર્મલા સીતારમણ અગાઉ સૌથી લાંબુ ભાષણ આપવાનો વિક્રમ જસવંત સિંહના નામે હતો. તેમણે વર્ષ 2003માં એટલે કે 17 વર્ષ અગાઉ 2 કલાક 13 મિનિટ સુધી બજેટ ભાષણ વાંચ્યું હતું.
સમયની દ્રષ્ટિએ સૌથી લાંબા બજેટ ભાષણ
કોણે રજૂ કર્યું | સમય | વર્ષ |
નિર્મલા સીતારમણ | 2 કલાક 41 મિનિટ | 2020 |
જસવંત સિંહ | 2 કલાક 13 મિનિટ | 2003 |
અરુણ જેટલી | 2 કલાક 10 મિનિટ | 2014 |
નિર્મલા સીતારમણ | 2 કલાક 05 મિનિટ | 2019 |