દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારની મુશ્કેલી વધી શકે છે. દિલ્હીના કથિત એક્સાઇઝ નીતિ કૌભાંડને લઇને આપના નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવે ભાજપે દિલ્હીની સરકાર પર વધુ એક કૌભાંડનો આરોપ લગાવ્યો છે. દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેંદ્ર સચદેવાએ ઉપરાજ્યપાલ વીકે સક્સેના અને સીબીઆઇને પત્ર લખીને દિલ્હીમાં આપ સરકાર પર જળ કૌભાંડનો આરોપ લગાવ્યો છે.