Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાના હ્યુસ્ટનમાં જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે 'Howdy Modi'કાર્યક્રમ યોજાયો હતો. તેના જેવો જ કાર્યક્રમ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ‘કેમ છો ટ્રમ્પ’ અમદાવાદમાં યોજાવા જઈ રહ્યો છે, જે અંગે છેલ્લા કેટલાક દિવસ પહેલા સમાચારો પણ વહેતા થયા હતા. પરંતુ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં જે રીતે તૈયારીઓ આરંભવામાં આવી છે તેના આધારે કહી શકાય કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખનો કાર્યક્રમ અમદાવાદમાં જ યોજાશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમના રૂપમાં નિર્માણ થઇ રહેલા મોટેરા સ્ટેડિયમની મુલાકાતે આજે રાજ્યના મુખ્ય સચિવ, પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા. આ પહેલા રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને કલેક્ટર નિરાલા સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, મોટેરા સ્ટેડિયમનું ઉદ્ધાટન અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તે કરવામાં આવે એવી શક્યતા છે. 

મુખ્ય સચિવ અનિલ મુકિમ,મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા, રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા, સ્પે. કમિશનર અજય તોમર, શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયા, અમદાવાદ કલેક્ટર નિરાલા, જય શાહ, ધનરાજ નથવાણી સહિતના સરકાર અને BCCI અધિકરીઓ તેમજ હોદ્દેદારોએ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ