ગુજરાત સહિત આજે દેશભરના જિલ્લાઓની રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચણી કરવામાં આવી છે. ત્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, વધુ 3 વોર્ડ રેડ ઝોનમાં મુકાયા છે. અમદાવાદમાં પહેલાથી 6 વોર્ડ રેડ ઝોનમાં હતા, ત્યારે હવે સરસપુર, અસારવા, ગોમતીપુરને પણ કોરોનાના દર્દીઓની સંખ્યાને જોતા રેડ ઝોનમાં મૂક્યા છે.
વધુમાં વિજય નહેરાએ જણાવ્યું કે, દરેક અમદાવાદી આજથી એક સંકલ્પ લે કે માસ્ક, સામાજિક અંતર, સેનિટાઈઝેશનનો ઉપયોગ કરશે. તેના વગર તેઓ ઘરની બહાર પણ પગ નહીં મૂકે. તેમણે ઉમેર્યું કે, આજથી શહેરમાં દરેક ફેરિયા, દુકાનદારો માટે માસ્ક ફરજીયાત કરવામાં આવ્યા છે અને જો કોઈ નિયમનું પાલન નહીં કરે તો તેની કડકમાં કડક દંડ કરવામાં આવશે. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 104 ટીમ શહેરમાં આ કામગીરીમાં જોડાઈ છે.