દુષ્કર્મ કેસમાં ધરપકડ કરાયેલા ભૂતપુર્વ કેન્દ્રીય રાજ્ય ગૃહ મંત્રી અને ભાજપ નેતા સ્વામી ચિન્મયાનંદને અલાહાબાદ હાઈકોર્ટે જામીન આપી દીધા છે. અલાહાબાદ હાઈકોર્ટે સોમવારે જામીન અરજી પર સુનાવણી કરતા ચિન્મયાનંદને જામીન આપવાનો નિર્ણય કર્યો. હાઈકોર્ટે 16 નવેમ્બરે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ચિન્મયાનંદ પર તેમની જ કોલેજ સ્વામી શુકદેવાનંદ વિધિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.