કોરોના વાયરસની મહામારી વિશ્વભરમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસને કારણે લોકડાઉન છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે અલગ અલગ રાજ્યોમાં ફસાયેલા પ્રવાસી મજૂર, વિદ્યાર્થીઓ અને બહારથી આવેલા ટૂરિસ્ટોની વાપસીને મંજૂરી આપી દીધી છે. જેને જોતા હવે ગુજરાત સરકારે પણ અન્ય રાજ્યોમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે નોડલ ઓફિસરની નિમણૂંક કરી છે, જેમના સંપર્કથી ફસાયેલા લોકો પોતાના વતન પહોચી શકશે. જોકે, કેટલીક શરતોનું પાલન પણ કરવુ પડશે.
ગુજરાત સરકારે અન્ય રાજ્યોમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નોડલ ઓફિસર સાથે વાતચીત કરીને નોડલ ઓફિસરોના નામ અને નંબર સાથેની યાદી બહાર પાડી છે. જેમાં ગુજરાત બહાર ફસાયેલા લોકો આ અધિકારીનો સંપર્ક કરી શકે છે.