રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. તો બીજી તરફ પરપ્રાંતિયો પોતાના વતન પરત ફરવા માટે બેબાકળા બન્યા છે. ત્યારે CMO સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, જે પણ પોતાના વતન જવા ઈચ્છતા હોય તે તમામને મદદ કરવામાં આવશે અને ઘરે પહોંચાડાશે. ગઇકાલ સુધીમાં 39 ટ્રેનોમાં 46 હજાર જેટલા પરપ્રાંતીઓ રવાના થયા છે. આજે બીજી 30 ટ્રેનનું આયોજન છે, ગુજરાતમાંથી ઉત્તર પ્રદેશમાં જશે. યુપીમાં 18 બિહારમાં 7 ટ્રેન જશે. સાંજ સુધીમાં 82 હજાર 800 જેટલા પરપ્રાંતિયો રવાના થશે. આજે પોણા ચાર લાખ સુધીનો આંકડો પહોંચી ગયો છે. મુખ્યમંત્રીએ પરપ્રાંતિયોને ધીરજ ધરવાની અપીલ કરી છે. આ કામગીરી 10 થી 15 દિવસમાં પૂરી કરી દેવાશે. જો જરૂર પડશે તો તેમાં વધારો કરવામાં આવશે.