Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભાજપના નેતા અનેક વખત દારૂની હેરાફેરી કરતા પકડ્યા છે તેવા સમાચાર સામે આવતા હોય છે. ગુજરાતમાં ભાજપની સરકારમાં દારૂની તો રેલમછેલ થઇ છે. સરકારની મિલી ભગત વિના ગુજરાતમાં દારુ ઘુસડવો શક્ય નથી. દારૂના કારણે અનેક માસૂમ લોકો મોતના દરવાજા સુધી પહોંચ્યા છે.  ગુજરાતમાં દારૂબંધીનો ચુસ્ત અમલ થતો હોવાનો ભાજપ સરકાર દાવો કરે છે, પણ રાજ્યમાંથી છેલ્લા બે વર્ષમાં રૂ. ૨૫૪.૮૧ કરોનો દારૂનો જંગી જથ્થો પકડાયો છે, જે બાબત દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂની રેલમછેલ હોવાની બાબત ઉજાગર કરે છે.

હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલે છે જેમાં વિવિધ પ્રકારની પ્રશ્નોતરી પૂછવામાં આવી છે જેમાં રાજ્ય વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના લેખિત જવાબમાં ગૃહવિભાગ તરફથી આ માહિતી જાહેર કરાઇ હતી.

છેલ્લા બે વર્ષમાં વિદેશી દારૂની ૧,૨૯,૫૦,૪૬૩ બોટલો પકડાઇ છે, જેની બજાર કિંમત રૂ. ૨૩૨. ૧૩ કરોડ થવા જાય છે. બિયરની ૧૭,૩૪,૭૯૨ બોટલ કબજે કરાઇ છે, જેની બજાર કિંમત રૂ. ૧૭.૯૯ કરોડ દર્શાવાય છે. જ્યારે દેશી દારૂ ૧૫.૪૦ લાખ લીટર પકડાયો છે, જેની બજાર કિંમત રૂ. ૩.૦૬ કરોડ છે.

બે વર્ષ દરમિયાન અમદાવાદ જિલ્લામાંથી રૂ. ૧૮.૭૩ કરોડનો દેશી-વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો પકડાયો છે. જ્યારે રૂ. ૨૪.૯૨ કરોડનો દેશી-વિદેશી દારૂ બિયર સરહદી વલસાડ જિલ્લામાંથી તથા સૌથી વધુ રૂ.૨૫.૫૩ કરોડનો દેશી-વિદેશી દારૂ-બિયર બનાસકાંઠા જિલ્લામાંથી પકડાયો છે.

રાજ્ય સરકારે એવું પણ વિધાનસભામાં જાહેર કર્યું છે કે, છેલ્લા બે વર્ષમાં દેશી દારૂના ૧,૩૨,૪૧૫ કેસો, વિદેશી દારૂના ૨૯,૯૮૯ કેસો નોંધાયા છે, અર્થાત્ રોજ રાજ્યમાં દેશી દારૂના ૧૮૧ કેસો અને વિદેશી દારૂના રોજ ૪૧ કેસો નોંધાયા છે. આ કેસોમાં ૧,૧૦૫ આરોપીઓ ૬ માસ કરતાં વધુ સમયથી અને ૭૬૨ આરોપીઓ એક વર્ષ કરતાં વધુ સમયથી પકડાયા નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ