યુએસ ડિસ્ટ્રિક્ટ ફેડરલ જજે શુક્રવારે લોસ એન્જેલસ સહિત કેલિફોર્નિયાની સાત કાઉન્ટીઓમાં ઇમિગ્રન્ટસને અટકાવી તેમની આડેધડ ધરપકડ ન કરવાનો ટ્રમ્પ વહીવટીતંત્રને આદેશ આપ્યો હતો. ઇમિગ્રેશન રેડ પાડવા માટે અપનાવેલી ગેરકાયદે યુક્તિઓને અટકાવવા માટે અટક કરવામાં આવેલાં ત્રણ ઇમિગ્રન્ટ્સ, બે અમેરિકન નાગરિકો અને ઇમિગ્રન્ટ એડવોકસી જૂથો દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.