વિસાવદર વિધાનસભા બેઠક પરથી તાજેતરમાં ચૂંટાયેલા નેતા ગોપાલ ઇટાલિયા હાલમાં સોશિયલ મીડિયામાં ચેલેન્જ વોરના લીધે ખૂબ ચર્ચામાં છે. ત્યારે વંથલી ખાતે યોજાયેલા સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયાએ ભાજપના નેતા કિરીટ પટેલ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભાજપના માણસો સાવજ ડેરીમાં કેમિકલવાળુ દૂધ પેકિંગ કરે છે, જેને પીવાથી કેન્સર જેવી ગંભીર બિમારીઓ વધી રહી છે.