ભાજપ નેતા અને ભૂતપુર્વ કેન્દ્રીય પ્રધાન અનંત કુમાર હેગડેના નિવેદનથી વિવાદ સર્જાયો છે. અનંત કુમાર હેગડેએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર હુમલો કર્યો છે અને તેમના નેતૃત્વમાં થયેલા સ્વતંત્રતાના આંદોલનને ડ્રામા ગણાવ્યું છે. ભાજપના નેતાએ જણાવ્યું છે કે, તેનાથી ખબર પડે છે કે આવા પ્રકારના લોકોને ભારતમાં મહાત્મા કહેવામાં આવે છે. હેગડેએ જણાવ્યું કે, સમગ્ર સ્વતંત્રતા સંગ્રામ બનાવટી હતો અને તેને અંગ્રેજોનું સમર્થન પ્રાપ્ત હતું. આ કથિત નેતાઓમાંથી એકપણ નેતાએ પોલીસનો માર ખાધો નહતો. તેમણે ગાંધીજીની ભૂખ હડતાલ અને સત્યાગ્રહના આંદોલનને પણ નાટક ગણાવ્યું હતું.