જમ્મુ કશ્મીરના વીસે વીસ જિલ્લામાં આજ (શનિવાર)થી મોબાઇલ ફોન પર ઇન્ટરનેટ સેવા ફરી શરૂ કરવામાં આવી હતી. પ્રીપેઇડ અને પોસ્ટપેઇડ બંને પ્રકારના મોબાઇલ પર 2G ઇન્ટરનેટ સેવા આજથી ધમધમતી થઇ છે. જોકે હાલ પૂરતી આ સેવા 31 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. ત્યારબાદ ફરી આ મુદ્દે સરકાર વિચાર કરશે. સાથોસાથ એવી સૂચના પણ આપવામાં આવી હતી કે ઇન્ટરનેટનો દુરુપયોગ કરનારા સામે કડક કાયદાનુસાર પગલાં લેવામાં આવશે. જોકે, સ્થાનિક પ્રશાસન દ્વારા માન્યતા ધરાવતી ફક્ત 301 વેબસાઈટ જ એક્સેસ કરી શકાશે.