ગુજરાતમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. 2 મેના આંકડા પ્રમાણે જોઇએ તો રાજ્યમાં કોરોના વાયરસના કેસની સ્થિતિ 5 હજારને પાર થઇ ચૂકી છે. ત્યારે હવે ઘટના એવી બની છે કે, જ્યાં કોરોનાનો એકપણ કેસ નહોંતો તે દેવભુમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે બે પોઝિટિવ કેસ નોંધાયા છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, દેવભૂમિ દ્વારકામાં જે બે કેસ નોંધાયા છે તે બંને વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી રાજસ્થાનની છે, હાલમાં આ બંને દર્દીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ બન્ને વ્યક્તિ રાજસ્થાનથી રાજ્યની સરહદ પાર કરીને તેમજ 6 જિલ્લાઓની સરહદો પાર કરી દ્વારકામાં પ્રવેશ્યા છે ત્યારે તંત્ર પર પણ સવાલો ઉભા થયા છે. જણાવી દઈએ કે, હવે અમરેલી અને જૂનાગઢ આ બે જિલ્લાઓ જ એવા છે જ્યાં કોરોનાનો એક પણ કેસ નથી.