દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 40 હજારને પાર પહોંચી ગઈ છે. આ મહામારીથી અત્યાર સુધીમાં 1300થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે સરકાર દ્વારા ત્રીજી વખત 17-મે સુધી લૉકડાઉન લંબાવવામાં આવ્યું છે. આમ છતાં દેશમાં કેટલાક જિલ્લાઓ એવા છે, જ્યાં કોરોનાની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. આ જિલ્લાઓમાં સતત વધતા કેસોએ સરકારની પણ ચિંતા વધારી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રાલયે હવે દેશના 20 સૌથી વધુ કોરોનાગ્રસ્ત જિલ્લાઓમાં પોતાની ટીમને મોકલવાનો નિર્ણય કર્યો છે.
દેશના ક્યા 20 જિલ્લાઓમાં કેન્દ્રની ટીમ?
મુંબઈ, પૂણે, ઠાણે, અમદાવાદ, સુરત, વડોદરા, ઈન્દોર, ભોપાલ, જયપુર, જોધપુર, ચેન્નઈ, હૈદરાબાદ, આગરા, લખનઉ, કોલકત્તા, કરનૂલ, કૃષ્ણા, ગંટૂર (ત્રણેય આંધ્ર પ્રદેશ), દિલ્હી (સાઉથ ઈસ્ટ) અને સેન્ટ્રલ દિલ્હીમાં.