ગાંધીનગર TRB જવાન મુદ્દે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી. જોકે આ બેઠક પૂર્ણ થતાં TRB જવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હાલમાં TRB જવાનોને ફરજ પરથી મોકૂફ કરવાનો નિર્ણય મુલતવી રખાયો છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તથા કે કૈલાશનાથન પણ આ બેઠકમાં હજાર રહયા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ વર્ચ્યુઅલી આ બેઠકમાં જોડાયા હતા. જેમાં એચએએલ પૂરતો આ અંગે નિર્ણય મોકૂફ રખાયો છે.