Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલાં જાહેર થયેલા એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને 26માંથી 26 બેઠકોની જીત મળતી જોવા મળી રહી નથી. અહીં ભારતીય જનતા પાર્ટીને 1-4 બેઠકોનું નુકસાન જુદા જુદા એગ્ઝિટ પોલમાં જોવા મળી રહ્યું છે. એગ્ઝિટ પોલના અનુમાન વિશે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી તમામ બેઠકો જીતશે. દેશમાં એનડીએની સરકાર બનશે તેવો વિશ્વાસ સીએમ રૂપાણીએ વ્યક્ત કર્યો હતો.

સીએમ વિજય રૂપાણીએ કહ્યું, “અમે તો પહેલાંથીજ કહ્યું હતું કે આ લહેર નથી સુનામી છે. આ ચૂંટણીમાં જે પ્રકારે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો તેના આધારે સ્પષ્ટ હતું કે લોકો પીએમ તરીકે મોદીજીને ફરી જોવા માંગે છે. અમે ગુજરાતમાં એક પણ બેઠક નહીં હારીએ કેમ કે અહીંયા ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે મતદાન કર્યુ છે. ”

વિજય રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતથી ચૂંટણી લડે તો ગુજરાતના કાર્યકર્તાઓનો ઉત્સાહ વધ્યો છે. ભાજપના કાર્યકર્તાના પગમાં ઉત્સાહ હતો. કોઈ પણ કાર્યકર્તા નારાજ હોય અને ઘરે બેઠા હોય તેવા લોકોએ પણ અથાક મહેનત કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ