કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંઘે કેન્દ્ર સરકારની લોકડાઉનની રણનીતિ સામે સવાલો ઉઠાવતા 17 મે પછી શું પગલાં લેવાશે તે અંગે સવાલો કર્યા છે. કેન્દ્રને ઘેરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સવાલ કર્યો કે આખરે દેશમાં ક્યાં સુધી લોકડાઉન લંબાવવામાં આવશે.
કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મુખ્યમંત્રીઓ સાથેની બેઠકને સંબોધતા સોનિયા ગાંધીએ સવાલ કર્યો હતો કે 17મે પછી શું? ઉલ્લેખનીય છે કે દેશમાં સૌપ્રથમ 25 માર્ચથી 14 એપ્રિલ પ્રથમ લોકડાઉન અમલલમાં આવ્યું હતું ત્યારબાદ 15 એપ્રિલથી 3 મે સુધી બીજો તબક્કો હતો અને હવે 4 મેથી 17 મે સુધી લોકડાઉનનું ત્રીજું ચરણ ચાલુ થયું છે. કોંગ્રેસ શાસિત રાજ્યોના સીએમ સાથેની બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. સોનિયા ગાંધીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બેઠક યોજી હતી.