કોરોના વાયરસની મહામારી સામે જારી લડતમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના કારણે મજૂર લાંબા સમયથી ફસાયેલા હતા. હવે જ્યારે લગભગ એક મહિના બાદ ઘરે જવાની પરવાનગી મળી તો કેન્દ્ર સરકારે રેલવેનો તમામ ખર્ચ મજૂરો પાસેથી વસૂલવાનો નિર્ણય લીધો. આ વિશે જોરશોરથી રાજકીય નિવેદનબાજી થઈ અને હવે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસ પાર્ટી તમામ જરૂરિયાત મંદ મજૂરોનો રેલવે ટિકિટનો ખર્ચ ઉઠાવશે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નિર્ણય લીધો છે કે પ્રદેશ કોંગ્રેસ કમિટીના દરેક એકમ શ્રમિક-કારીગરના ઘરે જવાની ટ્રેનની ટિકિટનો ખર્ચ ઉઠાવશે અને જરૂરી પગલા લેશે. સોમવારે જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે માત્ર ચાર કલાકના નોટિસ પર લોકડાઉન લાગુ થવાના કારણે દેશના મજૂર પોતાના ઘરે જવાથી વંચિત રહી ગયા છે. 1947 બાદ દેશે પહેલી વાર આ રીતની ઘટના જોઈ કે લાખો મજૂર પગપાળા જ હજારો કિલોમીટર ચાલીને ઘરે જઈ રહ્યા છે.