બ્રિટનમાં ઉદ્દભવેલા કોરોના વાઇરસના નવા સ્ટ્રેન પર વધેલી ચિંતા મધ્યે કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે મંગળવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, હાલમાં વિકસાવવામાં આવેલી કોરોનાની રસીઓ બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં સામે આવેલા કોરોના વાઇરસના નવા પ્રકાર સામે પણ અસરકારક રહેશે. જનતાએ કોરોનાના નવા સ્ટ્રેનના કારણે ડરવાની જરા પણ જરૂર નથી. સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રોફેસર કે વિજય રાઘવને જણાવ્યું હતું કે, એવા કોઈ પુરાવા નથી કે હાલમાં વિકસાવવામાં આવેલી કોરોનાની રસીઓ વાઇરસના નવા સ્ટ્રેન સામે સંરક્ષણ આપવામાં નિષ્ફળ રહેશે.