અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ આજે કોરોના પર થઈ રહેલી એએમસીની કામગીરી અને અન્ય મહત્વની બાબતો પર જાણકારી આપી. તેમણે કહ્યું કે શહેરમાં કોરોનો પોઝિટિવ કેસનો ડબલીંગ રેટ 12 દિવસનો થયો છે. ત્રીજા તબક્કામાં લોકડાઉનનું 100 ટકા પાલન કરવું પડશે. લોકડાઉનથી અમદાવાદને ફાયદો થયો છે. તેમણે એમ પણ કહ્યું કે સારા સમાચાર એ છે કે મોટી સંખ્યામાં લોકો સાજા થઈને પોતાના ઘરે જઈ રહ્યાં છે.
તેમણે કહ્યું કે અમદાવાદના શહેર વિસ્તારમાં હોસ્પિટલો વધે તે માટે કામ કરાયું છે. આ માટે ખાનગી ડોક્ટરો સાથે વાત કરી છે. ખાનગી ટ્રસ્ટની 2 હોસ્પિટલની શરૂઆત કરાવી શક્યા છીએ. કોમ્યુનિટી સેન્ટરમાં કોવિડ સેન્ટર પણ ઊભું કર્યું છે. જમાલપુર વોર્ડમાં જેટલી પણ પ્રાઈવેટ ક્લિનિક, હોસ્પિટલને શરૂ કરવામાં આવ્યાં છે તે ઉપરાંત છ જગ્યાઓ પર એક ટેમ્પરરી વ્યવસ્થા પર ફીવર ક્લિનિક શરૂ કરાવવામાં આવશે. આમ એક જ વોર્ડ જમાલપુરમાં 6 ફીવર ક્લિનિક શરૂ કરાશે. જેથી કરીને લોકોને તેમના ઘરની એકદમ નજીક આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે.
જો કોરોના પર જીત મેળવવી હશે તો..
1. આ લડાઈ લાંબી છે, તેથી માનસિક રીતે મક્કમતા સાથે લડત લડવાની છે.
2. આ લડાઈ સરળ નથી, માનવતાના ઈતિહાસમાં સૌથી મોટો અઘરો સમય છે. આપણે સૌએ મળીને તાકાત સાથે મળીને આગળ વધીને લડાઈ લડવાની છે.
3. ગમે તેટલી મોટી અને અઘરી બાબત હોય, પણ આપણે સંકલ્પબદ્ધ થઈને આની સામે લડીને જીત મેળવીશું. તેથી આપણે આપણી આદત, ટેવ બદલીશું તો આપણે જીત મેળવીશું
સુપર સ્પ્રેડર્સને સ્ક્રિનિંગ કાર્ડ અપાશે
222 સુપર સ્પ્રેડર્સના કેસ પોઝિટિવ આવતા નિર્ણય લેવાયો છે. અમદાવાદના તમામ ફેરિયાઓએ સ્ક્રિનિંગ કરાવું પડશે. ફેરિયાઓનું સ્ક્રિનિંગ કરી એક કાર્ડ અપાશે. જેમની પાસે કાર્ડ નહી હોય તે વેપાર નહી કરી શકે. સ્ક્રિનિંગ બાદ અપાયેલું કાર્ડ 7 દિવસ માન્ય રહેશે. 7 દિવસ બાદ ફરીથી સ્ક્રિનિંગ કરવાનું રહેશે. સ્ક્રિનિંગ કાર્ડ ન હોય તો નાગરિકો તેમની પાસેની વસ્તુ ન ખરીદે.