રાજ્યસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ૧૫ રાજ્યોની ૫૬ બેઠકોના ૫૯ ઉમેદવારોમાંથી ૫૮ના સોગંદનામાનું એડીઆર અને નેશનલ ઈલેક્શન વોચે વિશ્લેષણ કર્યું હતું, જેમાં ૩૬ ટકા વિરુદ્ધ ક્રિમિનલ કેસ નોંધાયા હોવાનું જણાયું છે. વધુમાં આ ઉમેદવારોની નાણાકીય પૃષ્ઠભૂમિ પણ જાણવા મળી છે, જેમાં કોંગ્રેસના ઉમેદવાર સૌથી ધનિક હોવાનું જણાયું છે. બધા જ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. ૧૨૭.૮૧ કરોડ છે. રાજ્યસભાના ૪૧ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે જ્યારે ૨૭મીએ ચૂંટણી થવાની છે.