કોરોનાના વાયરસના કારણે ભારતમાં પણ 17મી મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. ત્યારે આજે કેન્દ્રીય શિક્ષણમંત્રીએ પ્રવેશ પરીક્ષાઓ માટેની લીલી ઝંડી આપી દીધી છે. લોકડાઉનના લીધે એન્જિનિઅરિંગ અને મેડિકલ માટેની પ્રવેશ પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી હતી. JEE મેઇન પરીક્ષા 18થી 23 જુલાઇ વચ્ચે આયોજિત કરવામાં આવશે. 26 જુલાઇના NEETની પરીક્ષા યોજાશે.
જણાવી દઈએ કે, કેન્દ્રીય મંત્રીએ દેશભરના વિદ્યાર્થીઓ સાથે વેબિનાર દ્વારા સંવાદ કરીને પરીક્ષાઓની તારીખની જાહેરાત કરી. તેમણે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ટૂંક સમયમાં CBSEની પરીક્ષાઓની તારીખ પણ જાહેર કરવામાં આવશે. પરીક્ષાના 14 દિવસ પહેલા એડમિટ કાર્ડ જાહેર કરી દેવામાં આવશે.