Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લૉકડાઉન 3.0ને લઈને સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે તે અંગે CMO સચિવે માહિતી આપી હતી. ત્યારે હવે આ લૉકડાઉન અંગે DGP શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ યોજી હતી. રેડઝોનમાં લૉકડાઉનનો કડક અમલ કરાવવામાં આવશે. 6 મહાનગરપાલિકા અને 6 નગરપાલિકાઓમાં કોઇ છુટછાટ નહીં આપવામાં આવે. લૉકડાઉનનો ભંગ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ પોલીસ પર હુમલો કરશે તો પાસા લગાવવામાં આવશે.

DGP શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં વધુ કેસ છે તે વિસ્તારમાં વધુ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રેડ ઝોન વિસ્તારોમાં કેન્ટેનમેન્ટ ઝોન બનાવાશે. સાંજે 7થી સવારે 7 સુધી લોકોની અવર-જવર બંધ કરવામાં આવશે. જ્યારે 6 મનપા અને 6 નગરપાલિકામાં કોઈ છુટછાટ નહીં મળે. જેમાં 6 મહાનગરપાલિકા ગાંધીનગર, ભાવનગર, વડોદરા, સુરત, અમદાવાદ અને રાજકોટ છે. સાથે છ નગરપાલિકા બોટાદ, બોપલ, ખંભાત, ગોધરા  બારેજા, ઉમરેઠ નગરપાલિકામાં પણ કોઈપણ પ્રકારની છુટછાટ નહીં મળે.

લૉકડાઉન 3ને લઈને રાજ્ય સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. લૉકડાઉન 3 દરમિયાન રાજ્યભરમાં સાંજે 7થી સવારે 7થી સુધી કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર નિકળી શકશે નહીં. સાથે જ રાજ્યભરમાં માવા-પાનની દુકાન બંધ રહેશે. જ્યારે ગ્રીન-ઓરેન્જ ઝોનમાં બ્યૂટી પાર્લર, સલૂન અને ચાની દુકાન શરૂ કરી શકાશે. ગ્રીન ઝોનમાં ST બસની સેવા પણ શરૂ કરાશે. ST બસમાં 30 મુસાફરો જ મુસાફરી કરી શકશે. જ્યારે ટેક્સીમાં ડ્રાયવર અને 2 પેસેન્જર બેસી શકશે. અમદાવાદ, સુરત, વડોદરામાં લોકડાઉનનું કડકાઈથી પાલન કરાવાશે. 156 નગરપાલિકામાં ઉદ્યોગની કામગીરી ચાલુ કરી શકાશે. જૂનાગઢ, જામનગર મહાનગર પાલિકામાં ઉદ્યોગો ચાલુ કરી શકાશે. કર્મચારીઓને આવવા-જવાનો સમય નિશ્ચિત કરવાનો રહેશે.

પોલીસ કર્મીઓ પર થતા હુમલા અંગે તેમણે કહ્યું કે, પોલીસ હુમલાના બનાવોમાં આરોપીઓ પર પાસા લગાવવામાં આવશે. પોરબંદરના નવીબંદરના આરોપીને પાસામાં મોકલવામાં આવ્યો છે. આમ કુલ 21 ગુનામાં 47 આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરાઈ છે. લોકડાઉન ભંગ, કોરોન્ટાઇન ભંગ કે પછી જાહેરનામાંના ઉલ્લંઘન બદલ રાજ્યમાં અત્યારસુધીમાં 1 લાખથી વધુ ગુના નોંધાયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ