ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે કોરોના વાયરસ મહામારીના બહાને રાજકીય રોટલા શેકવા જોઈએ નહીં. કોંગ્રેસે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની પરપ્રાંતિય મજૂરોને તેમના વતન પત જવા અંગેની આંતર રાજ્ય ગાઈડલાઈનની ટીકા કરી હતી જેને પગલે ભાજપે વિપક્ષ પર વળતો પલટવાર કર્યો હતો.
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસે ખોટી અફવાહો ફેલાવવાનું બંધ કરવું જોઈએ તેમજ જૂઠું નહીં બોલી મહામારીમાં લોકોને ગેરમાર્ગે દોરવા જોઈએ નહીં. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ગાઈડલાઈનમાં પરપ્રાંતિય મજૂરોને એક રાજ્યથી બીજા રાજ્ય મોકલવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર (એસઓપી) તૈયાર કરી છે. આ મહાકાય કામગીરી પાર પાડવા રાજ્યો અસરકારક રીતે પરસ્પર સંપર્કમાં છે.’