ગુજરાત-રાજસ્થાન બોર્ડર આસપાસના વિસ્તારોમાં આજે શનિવારે (9 ઓગસ્ટ) ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાનું જણાય છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી 31 કિ.મી. ઉત્તર પૂર્વ ભાગમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભૂકંપનો આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ભય જોવા મળ્યો. જોકે, બંને રાજ્યોમાં કોઈ પ્રકારને જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.