PM મોદી આજે બેંગલુરુની મુલાકાતે, વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રવિવારે કર્ણાટકની એક દિવસની મુલાકાતે છે, બેંગલુરુમાં આજે અનેક મોટા માળખાગત સુવિધાઓ અને પરિવહન પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી કેએસઆર બેંગલુરુ રેલ્વે સ્ટેશનથી ત્રણ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે.