અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) વચ્ચે 15 ઓગસ્ટે અલાસ્કામાં શિખર બેઠક યોજાવાની છે, જેનું ભારતે સ્વાગત કર્યું છે. ટ્રમ્પ-પુતિન વચ્ચેની બેઠકને યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાની અને શાંતિની દિશાનું મહત્ત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.