મહારાષ્ટ્ર વિધાનસભા પરિષદની 9 બેઠકો માટે ચૂંટણી 21મેના રોજ થશે. ચૂંટણી પંચે શુક્રવારે આ જાહેરાત કરી હતી. આ પહેલા રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ગુરુવારે ચૂંટણી યોજવાની ભલામણ પંચને કરી હતી. લોકડાઉન વચ્ચે દેશમાં આ પહેલી ચૂંટણી હશે. તમામ 9 બેઠકો 24 એપ્રિલે ખાલી થઈ હતી.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે માટે આ ચૂંટણી મહત્વની છે. તેઓ ન તો વિધાનસભાના અને ન તો વિધાન પરિષદના સભ્ય છે. તેમના 6 મહિનાનો કાર્યકાળ 31મેના રોજ ખતમ થઈ રહ્યો છે. આ જ કારણે તેમની ખુરશી પર જોખમ હતું. ઉદ્ધવે આના માટે વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાત કરી હતી. આ ઉપરાંત રાજ્યપાલ કોશ્યારી સાથે પણ મુલાકાત કરી હતી.