દિલ્હી ભાજપના નેતા કપિલ મિશ્રાએ વિધાનસભા ચૂંટણી સંદર્ભે કરેલા વિવાદિત ટ્વીટ બદલ ચૂંટણી પંચે 48 કલાકનો પ્રચાર પ્રતિબંધ ફરમાવ્યો છે. જણાવી દઈએ કે તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણીનો જંગ ભારત વિરુદ્ધ પાકિસ્તાનનો હોવાનું કહીને એક ટ્વીટ કરી હતી. આ ટ્વીટ અંગે મુખ્ય ચૂંટણી અધિકારીએ ગંભીર નોંધ લીધી અને ચૂંટણી પંચને કપિલ મિશ્રાની ફરિયાદ કરી હતી. જે બાદ આજે (શનિવારે) મુખ્ય ચૂંટણી કમિશ્નરે કપિલ મિશ્રા પર શનિવારે સાંજે 5 વાગ્યાથી પ્રચારનો 48 કલાકનો પ્રતિબંધ મૂકવામાં આવે તેવો આદેશ કર્યો છે.