આંતરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંતમોમાં ભારે ઘટાડા વચ્ચે કેન્દ્ર સરકારે મંગળવારે રાત્રે પેટ્રોલ તથા ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ધરખમ વધારો કર્યો છે. સરકારે પેટ્રોલ તથા ડીઝલ પર ઉત્પાદન ટેક્સમાં આઠ-આઠ રૂપિયાનો વધારો કર્યો છે. તે ઉપરાંત પેટ્રોલ ઉપર વિશેષ ઉત્પાદન શુલ્ક 5 રૂપિયા તથી ડીઝલ પર 2 રૂપિયા વધારવામાં આવ્યા છે. આ સાથે જ પેટ્રોલ પર 13 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
એક્સાઇઝ ડ્યુટીમાં કરવામાં આવેલા વધારાનું પરિણામ પેટ્રોલ અને ડીઝલની ઉંચી કિંમતોના રૂપમાં સામે આવે છે. જોકે, આ વખતે આંતરાષ્ટ્રીય કિંમતમાં ધરખમ ઘટાડાના હિસાબે સમતોલ થઈ જશે અને દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ જ વધારો થશે નહીં. નવા દરો 6 મે 2020 થી અમલમાં આવશે.