ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગના નાઉકાસ્ટ હેઠળ આગામી ત્રણ કલાક માટે આગાહી કરવામાં આવી હતી. જે અનુસાર પાંચ જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જ્યારે 24 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
ક્યાં ક્યાં રેડ એલર્ટ?
બનાસકાંઠા, દમણ, દાદરા અને નગર હવેલી, વલસાડ, ડાંગ તથા તાપી જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.