સાબરમતી જેલમાં વધુ 5 કેદીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. ગઈકાલે એટલે કે શુક્રવારે પાંચ કેદીઓનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા જેલ તંત્ર દોડતું થઇ ગયું છે. જણાવી દઈએ કે, અગાઉ બે કેદીના રિપોર્ટ પોઝિટિવ આવતા અન્ય કેદીઓના પણ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાંથી પાંચ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. જેલને સૅનેટાઇઝ કરવાની કામગીરી પણ કરાઈ હતી સાથે જ જેલમાં તંત્રએ શક્ય તેટલા તમામ પ્રયાસો કોરોના વધુ ફેલાય નહીં તે માટે શરૂ કર્યા છે. જે કેદીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમની ઉંમર 23 થી 26 વર્ષની હોવાનું જાણવા મળેલ છે.