રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં ૭૨મા નિર્વાણ દિને પીએમ મોદી તેમજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, રાજનાથસિંહ, કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, પૂર્વ પીએમ મનમોહનસિંહે તેમને રાજઘાટ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે , ગાંધીજીનાં આદર્શો આપણને મજબૂત નવા ભારતનું નિર્માણ કરવા પ્રેરણા આપતા રહેશે. મોદીએ ટ્વિટ કર્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિએ તેમને કોટિ કોટિ નમન. પૂજ્ય બાપુનાં વ્યક્તિત્વ, વિચાર અને આદર્શો આપણને સશક્ત, સક્ષમ અને સમૃદ્ધ નવા ભારતનું નિર્માણ કરવા પ્રેરણા આપતા રહેશે.