કોરોના વાયરસે રાજ્યમાં ભરડો લીધો છે. લોકડાઉનમાં સતત ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે પ્રવાસી મજૂરો ઘરે જવા માટે બેબાકળા બન્યા છે. ત્યારે આ સંદર્ભે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું કે, અન્ય રાજ્યના વતની હોય અને વતન જવા માગતા હોય તેવા લોકોને સંબંધિત રાજ્યમાં મોકલવાની વ્યવસ્થા તેજ ગતિથી ચાલી રહી છે. સંખ્યા વધુ હોવાથી આ પ્રક્રિયામાં થોડાક દિવસો લાગી શકે છે. આ દરમિયાન તંત્રને સહકાર આપો, પોલીસ કે તંત્ર સાથે સંઘર્ષમાં ન ઉતરો અને ધીરજપૂર્વક થોડીક રાહ જૂઓ તેવી અપીલ છે. તંત્ર સાથે સંઘર્ષમાં ઉતરવાની બાબત ચલાવી લેવામાં આવશે નહીં. કાયદાનો શક્ય તેટલો કડક ઉપયોગ કરીને પોલીસ કાર્યવાહી કરશે. ગઇકાલે સુરતના પલસાણામાં જે સંઘર્ષ થયો હતો તેમાં 204 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વતન જવા માગતા લોકો જેલમાં ન પહોંચે અને શાંતિથી પોતાના વતન પહોંચે એ માટે પોલીસ અને વ્યવસ્થા તંત્રને સહકાર આપે તેવી ફરી અપીલ કરવામાં આવે છે.