રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ વધ્યો છે. સાથે સાથે કોરોનાના કેસમાં પણ વધારો થયો છે. ત્યારે સરકાર દ્વારા વીજ ગ્રાહકો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના લાખો વીજ ગ્રાહકો માટે રાહતના સમાચાર છે. રાજ્ય સરકાર હસ્તકની વીજ કંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસુલવામાં આવતા ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વીજ કંપનીઓ દ્વારા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 16 પૈસાનો ઘટાડો કરાયો છે.
ઉર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું કે સરકારના આ નિર્ણયને કારણે રાજ્યના અંદાજે 1.30 કરોડથી વધુ ગ્રાહકોને 310 કરોડની રાહત થશે. પાછલા ત્રિમાસિક ગાળા દરમિયાન એટલે કે જાન્યુઆરીથી માર્ચ-2020 દરમ્યાન ફ્યુઅલ સરચાર્જની વસુલાત પ્રતિ યુનિટ 2.06 પૈસા હતી. પરંતુ હવે 16 પૈસાના ઘટાડા બાદ એપ્રિલથી જૂન-2020ના ત્રિમાસિક ગાળા દરમ્યાન 1.90 રૂપિયા પ્રતિ યુનિટ સરચાર્જ વસુલવામાં આવશે.