ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે આજે ભારત અને યુરોપ એક જ બિંદુ તરફ જઈ રહ્યા છે. આયર્લેન્ડની મુલાકાતે અહીં આવેલા ભારતના વિદેશ મંત્રીએ તેઓનાં પ્રવચનમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં જ યુરોપીય કમિશનના પ્રમુખ ઉર્ષુલા વોન દર બેચન સાથે ૨૧ કમિશ્નરો સાથે ભારતની મુલાકાતે આવ્યા હતા અને યુરોપીય દેશો સાથેના મુક્ત વ્યાપારની ચર્ચા કરી હતી. હું આશા રાખું છું કે આયર્લેન્ડ સાથે પણ મુક્ત વ્યાપાર કરારો થઈ શકશે.