ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શનિવારે કહ્યું કે બ્રિટનમાં સામે આવેલા કોરોના વાયરસના નવા પ્રકાર (સ્ટ્રેન)નું ભારતમાં સફળતાપૂર્વક ‘કલ્ચર’ કર્યો છે. ‘કલ્ચર’ એક એવી પ્રક્રિયા છે, જેમાં કોશિકાઓને નિયંત્રિત પરિસ્થિતિઓમાં ઉગાડવામાં આવે છે અને સામાન્ય રીતે તેના પ્રાકૃતિક વાતાવરણની બહાર આવું કરવામાં આવે છે.
ICMRએ એક ટ્વીટમાં દાવો કર્યો કે કોઈ પણ દેશે બ્રિટનમાં મળલા સાર્સ-કોવી-2ના નવા પ્રકારને અત્યાર સુધી સફળતાપૂર્વક પૃથક કે ‘કલ્ચર’ નથી કર્યો. ICMRએ કહ્યું કે વાયરસના બ્રિટનમાં સામે આવેલા નવા પ્રકારને તમામ સ્વરૂપોની સાથે રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન સંસ્થાનમાં હવે સફળતાપૂર્વક પૃથક અને કલ્ચર કરી દેવામાં આવ્યો છે. તેના માટે નમૂના બ્રિટનથી પરત ફરેલા લોકોથી એકત્ર કરવામાં આવ્યા હતા.