હરિયાણા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધરમસિંહ છોકરની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે દિલ્હીથી છોકરની ધરપકડ કરી હતી. પૂર્વ ધારાસભ્ય અને તેમની કંપની પર દિનદયાલ આવાસ યોજના હેઠળ આશરે રૂ. 1500 કરોડનો મની લોન્ડરિંગનો આરોપ છે. ધરમસિંહ હરિયાણાના સમાલખા વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસ ધારાસભ્ય રહી ચૂક્યા છે.