વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજેમુખ્યમંત્રીઓ સાથે દેશની હાલની કોરોનાની સ્થિતિ વિશે સમીક્ષા શરૂ કરી હતી. આજે વડાપ્રધાન મોદીની કોન્ફરન્સમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા.વીડિયો કોન્ફરન્સ દ્વારા આ ચર્ચા અંદાજે 2 કલાક ચાલી હતી. સમય ઓછો હોવાના કારણે માત્ર નવ મુખ્યમંત્રી જ વડાપ્રધાન સાથે વાત કરી શક્યા હતા. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાનું કહેવું છે કે, તેઓ તેમના રાજ્યમાં લોકડાઉન 3 મે સુધી પણ ચાલુ રાખવા માંગે છે. જોકે ગ્રીન ઝોન વાળા વિસ્તારોમાં અમુક છૂટ આપી શકાય છે.બેઠકમાં વડાપ્રધાન મોદીએ અન્ય રાજ્યના મુખ્યમંત્રીઓને કહ્યું કે, આપણા સામૂહિક પ્રયત્નોની અસર દેખાય છે. દેશને લોકડાઉનથી લાભ થયો છે.
બેઠકમાં પશ્ચિમ બંગાળના મમતા બેનરજી, આંધ્રપ્રદેશના જગનમોહન રેડ્ડી અને તેલંગાણાના ચંદ્રશેખર રાવ સહિત ઘણાં રાજ્યોના સીએમ મોદી સાથે જોડાયા હતા. કેરળના મુખ્યમંત્રી પી વિજયન કોન્ફરન્સમાં સામેલ થયા નહતા. તેમની તરફથી રાજ્યના મુખ્ય સચિવ સામેલ થયા હતા. કેરળે લેખિતમાં તેમના સૂચનો કેન્દ્રને મોકલી દીધા હતા. કોરોના મહામારી પર મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની આ ચોથી પ્રેસ કોન્ફરન્સ થઈ હતી