જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદીલી વધી ગઇ છે. એવામાં ભારતે પાકિસ્તાનના નેવિગેશન સિસ્ટમ પર પ્રહાર કર્યો છે. ભારતે પાક. સેનાના વિમાનો દ્વારા ઉપયોગમાં લેવાતા ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમના સિગ્નલ ખોરવવા માટે એડવાંસ્ડ જેમિંગ સિસ્ટમ તૈનાત કરી છે. ભારતના આ વિશેષ જામરોથી પાકિસ્તાની વિમાનોને સેટેલાઇટ સિગ્નલ નહી ંમળે. ભારત ગમે ત્યારે પાક. પર હુમલો કરી શકે છે તેવા અહેવાલો વચ્ચે આ જામર તૈનાત કરાયા છે. બીજી તરફ પાકિસ્તાને કરાચી અને લાહોરમાં એરસ્પેસમાં કેટલાક પ્રતિબંધ મુક્યા છે. મે મહિનામાં દરરોજ ચાર કલાક માટે કરાચી-લાહોરનો એરસ્પેસ બંધ રખાશે. જ્યારે પાકિસ્તાને પોતાના તમામ એરપોર્ટ્સને હાઇએલર્ટ પર રાખ્યા છે. અને વિદેશી ફ્લાઇટો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.