ભારતે પોતાના પહેલાં વર્લ્ડ કપ મુકાબલામાં સાઉથ આફ્રિકાને છ વિકેટે પરાજય આપીને વિજયના શ્રીગણેશ કર્યા હતા. રોહિત શર્માની અણનમ સદીના જોરે ભારતે આ મુકાબલો જીતી લીધો હતો. રોહિતે પોતાની કારકિર્દીની ૨૩મી વન-ડે સદી ફટકારી હતી. તેણે ૧૩ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૪૪ બોલમાં ૧૨૨ રન નોંધાવ્યા હતા. આ સાથે જ તેણે ગાંગુલીનો ૨૨ સદીનો રેકોર્ડ તોડીને સૌથી વધુ સદી કરનારા ભારતીયોમાં ત્રીજું સ્થાન મેળવી લીધું હતું. ઉલ્લેખનીય છે કે, સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલી બેટિંગનો નિર્ણય લીધો હતો. ડુપ્લેસિસે લીધેલો પહેલી બેટિંગનો નિર્ણય ખોટો સાબિત થયો હતો અને ૧૦૦ રનની અંદર આફ્રિકાની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. તેણે નવ વિકેટના નુકસાને ૨૨૭ રન બનાવ્યા હતા. ભારત તરફથી ચહલે ચાર જ્યારે બુમરાહે બે વિકેટ ઝડપી હતી.