અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે તેને જોતા અમદાવાદ ખાતે વધુ બે બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. માહિતી મુજબ પોલીસે આંબેડકર બ્રિજ અને સરદાર બ્રિજ/જમાલપુર બ્રિજ બંધ કર્યા છે. વાહનોની અવર-જવર અટકાવવા પોલીસે બ્રિજ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
આ નિર્ણય સાથે હવે શહેરના માત્ર 3 જ બ્રિજ પરથી અવર જવર થશે. સુભાષ બ્રિજ, એલિસબ્રિજ અને શાસ્ત્રી બ્રિજ ચાલુ રહેશે. આપણે જણાવી દઈએ કે અમદાવાદ પોલીસે આ અંગે એક ટ્વીટ કરી માહિતી આપી છે. શહેરના જમાલપુર બ્રિજ અને આંબેડકર બ્રિજ પર વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા નહેરૂ બ્રિજ, ગાંધી બ્રિજ અને દધીચી બ્રિજને પણ વાહન વ્યવહાર માટે સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવ્યા હતા.