ચીનમાં કહેર મચાવી રહેલો કોરોના વાયરસે હાલમાં જ કેરળમાં પહેલા મામલા સાથે આગમન કરી દીધું હતું. પરંતુ હવે રાજ્યમાં કોરોના વાયરસને લઇને ત્રીજા મામલાને પુષ્ટી આપવામાં આવી છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ જણાવ્યું છે કે કસારગોડના કંજગઢ જિલ્લાની હોસ્પિટલમાં દર્દીનો ઇલાજ ચાલી રહ્યો છે અને હાલમાં સ્થિતિ સ્થિર છે. પીડિત શખ્સ હાલમાં જ ચીનના વૂહાનથી પરત ફર્યો હતો.