કેરળમાં કોરોના વાયરસનો એક પોઝિટીવ કેસ સામે આવતા અફરાતફરી મચી જવા પામી છે. સૂત્રોનાં જણાવ્યાનું સાર ચીનનાં વુહાન વિશ્વવિદ્યાલયમાં તે અભ્યાસ કરી રહ્યો હતો. થોડાક દિવસ પહેલા જ તે કેરળ આવ્યો હતો. દર્દીની હાલત અત્યારે સ્થિર છે અને તે કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે આ વાતની પુષ્ટિ કરી છે કે કેરળમાં કોરોનાનો પોઝિટીવ કેસ નોંધાયો છે.