દિલ્લી વિધાનસભા ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધીએ એક વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું હતું કે, ‘આ નરેન્દ્ર મોદી જે ભાષણ આપી રહ્યાં છે. છ મહિના પછી તે જ્યારે ઘરની બહાર નીકળશે ત્યારે ભારતનાં યુવાનો ડંડા મારશે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને રાહુલ ગાંધીના નિવેદનને બેફામ ગણાવીને સંસદને આ નિવેદન વખોડી કાઢવા માટે આગ્રહ કર્યો હતો. જે બાદ કોંગ્રેસી સાંસદોએ ડૉ.હર્ષવર્ધનને ઘેરી લીધા હતા. એક તબક્કે કોંગ્રેસના એક સાંસદ મનિકમ ટાગોર હર્ષવર્ધન તરફ દોડ્યા હતા અને ધક્કા મુક્કી અને ઝપાઝપીના વરવા દ્રશ્યો સર્જાયા હતા. એ પછી સ્પીકર ઓમ બિરલાએ સંસદની કાર્યવાહી થંભાવી દીધી હતી.